ગઢશીસામાં એક વાછરડી ને બે કાને શ્વાનોએ બચકા ભરીને કાન કાઢી નાખતા એક જીવદયા પ્રેમી આગળ આવી તે વાછરડાની પ્રાથમિક સારવાર કરવામાં આવી


ગઢશીસામાં એક વાછરડી ને બે કાને શ્વાનોએ બચકા ભરીને કાન કાઢી નાખતા એક જીવદયા પ્રેમી પગે વિકલાંગ છે. છતાં પણ ગામમાં કોઈપણ ધાર્મિક પ્રશંગો હોય તેનામાં તેમની સેવા અચૂક હોય માટે ગામમા સેવાભાવીની છાપ ધરાવતા કમલેશભાઈ લીંબાણીની નજર લોહી લુહાણ હાલતમાં તે વાછરડી ઉપર પડતા તાત્કાલિક ગૌ રક્ષકદળના યુવાનોને જાણ કરતા ગૌરક્ષક દળના રાજભા રાઠોડ, વિવેક રાજગોર, અશ્વિન ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી પશુ સરકારી દવાખાનાના ડોકટરને બોલાવી તાત્કાલિક સારવાર અપાવ્યા બાદ ગઢશીસા પાંજરાપોળમાં મોકલાવેલ અને પાંજરાપોળના ડોકટર મહેન્દ્રસિંહ પરમારને સોંપવામાં આવેલ. ગૌરક્ષક દળના યુવાનો કમલેશભાઈની પીઠ થાબણી ને સાબાસી આપી હતી. અને તેમનો આભાર માન્યો હતો. કે તેમના કહેવાથી એક જીવ બચી ગયો હતો. અને ગામના તમામ જીવદયા પ્રેમી લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી. રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા.