ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૦૩/-શકુનીઓને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ

ભાવનગર રેન્જનાં નાં.પો.મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર તથા ભાવનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સફીહસન સાહેબ નાઓએ પ્રોહિ/જુગારની બદીને દુર કરવાં સુચના આપેલ જે અનુસંધાને ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો ઇન્સ.શ્રી એમ.એચ. યાદવ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. એ સમય દરમ્યાન પો.કો.ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ સતારભાઇ અગવાન નાઓની સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે અધેવાડા ગામ સીદસર નળમાં જવાનાં રસ્તે જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપત્તાનાં પાના તથા પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તે હકીકત આધારે રેડ કરતાં ઇસમોને ઝડપી પાડેલ. ઇસમને ગંજીપત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ કિંમત રૂ. ૧૦,૨૩૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ શકુનીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨-મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ .એમ.એચ.યાદવનાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એચ.બી.સોઢાતર તથા.પો.કો.ઇરફાનભાઇ સતારભાઇ અગવાન તથા પો.કો.ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા પો.કો.રાહુલભાઇ કેશવભાઇ કંટારીયા તથા પો.કો.મુકેશભાઇ બળવંતરાય મહેતા તથા વિગેરે પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર.