કચ્છનો સૂકો મેવો એટલે “ખારેક” ખારેકના ઉત્પાદનમાં ગત વર્ષ કરતા ૮%વધારો થતાં બાગાયાતી ખારેકના પાક લેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી



કચ્છનો સૂકો મેવો એટલે “ખારેક ” અને કચ્છની ઓળખમાં ખારેક પણ મહત્વની છે..કચ્છી ખારેકનો ગુજરાતમાં ઇજારો છે, ખારેકના ઉત્પાદન માં ગત વર્ષ કરતા ૮%વધારો થયો છે. ખારેક ના પાકમાં વધારો થયો હોવાથી બાગાયાતી ખારેક ના પાક લેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસાના આગમનની સાથે જ બજારમાં ખારેકનું વેચાણ થાય છે ઇઝરાયેલી ખારેકના દરેક ટીસ્યુ કલ્ચર રોપામાં થતી ખારેકનો સ્વાદ એક જેવો હોય છે..પંરતુ કચ્છની દેશી ખારેક આખા ભારતમાં વખણાય છે અને કચ્છની ખારેક વિદેશમાં પણ બહુ માંગ છે બહાર વસતા કચ્છ લોકો પણ આ ખારેકની માંગ કરતાં હોય છે ૨૦૨૦માં પડેલા સારા વરસાદથી આ વખતે ખારેકનું પાક બહુજ સારૂ થયું છે અને આવ વખતે ખારેકના ભાવ પણ સારા મળી રહેશે..હરેશભાઇએ પોતાના ખેતરમાં ૧૨૦ હેક્ટરમાં ખારેકનું વાવેતર કર્યું છે અને એક હેક્ટરનો ખર્ચ ૫થી૬ લાખ જેંટલું થતું હોય છે. કચ્છની ખારેક કચ્છી મેવા તરીકે વખણાય છે. કચ્છમાં પહેલા દેશી ખારેક થતી, પણ હાલ દિવસેને દિવસે સંશોધન થતા કચ્છમાં ઇઝરાયેલ ખારેકનુ વાવેતર થવા લાગ્યુ છે. જો કે ઇઝરાયેલ ખારેક કરતા કચ્છી દેશી ખારેકનો સ્વાદ વધુ મીઠાશવાળો હોય છે. તેમજ આ દેશી ખારેક બજારમાં 200 રૂપિયા સુધીના ભાવે વેંચાય છે. શરૂઆતમાં ઇઝરાયેલની ખારેકનો ભાવ આસમાને હતો, પરંતુ હવે કચ્છમાં ઇઝરાયેલ ખારેકનુ વાવેતર વધતા તેમનો ભાવ ઘટી રહ્યો છે કપિલ ભાઈએ વધુમાં જણાવ્યું કે તેમના વાડીમાં હાલ દેશ ખારેક અને બરાહી ખારેકનું વાવેતર કર્યું છે હાલ કચ્છની પ્રખ્યાત દેશી ખારેક તૈયાર થઈ ગયા છે જેના ટિસ્યુ પણ અવેલેબ્લ છે અને ટેવોએ ૬૦ હેક્ટરમાં ખારેકનું વાવેતર કર્યું છે અને પ્રતિ હેકટર પાંચ લાખની આજુ બાજુ ખર્ચો થતો હોય છે અને ગયા વર્ષે સારો વરસાદ થવાથી ખારેકની કોલેટી પણ બહુજ સારૂ થયું છે અને ભાવ પણ સારૂ મળી રહ્યું છે.કચ્છમાં ૧૮ હજાર હેકટર એટલે કે ૪૫ હજાર એકરમાં ખારેકનું વાવેતર કરાયું છે.ખારેકનું અંદાજ મુજબ ગયા વર્ષે ૧.૭૦ હજાર મેટ્રિક ટન ઉત્પાદન હતું જે આ વખતે વધીને ૧.૭૨ હજાર મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણાં છે કચ્છમા ખારેક સૌથી વધારે મુન્દ્રા તાલુકામાં થયે છે તે ખારેકનો પોકેટ ગણવામાં આવે છે અને કચ્છમા આ વર્ષે ખારેકના ૮% જેટલો વધારો નોંધાયો છે તે ઉપરાંત તાઉત વાવાઝોડાથી કચ્છમાં ખારેકના પાકમાં કોઈ પણ પ્રકારની નુકશાની નથી જોવા મળી અને આ વર્ષે ખારેકના પણ પણ ખુબજ સારા જોવા મળી રહ્યા છે.ભારે ક્ષાર વાળા પાણીથી પણ પાકી જતા આ મીઠા ફળ થકી કચ્છના બાગાયત ખેડુતો મબલખ કમાણી કરી રહ્યા છે.અનુભવી ખેડુતો કહે છે, કચ્છમાં ખારેકની ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ છે.કચ્છના ખેડુતોને આર્થિક રીતે સધ્ધર બનાવનાર બાગાયત ફળો કેશર કેરી અને દાડમને ઉત્પાદનની બાબતમાં ખારેકે પાછળ છોડી દીધા છે.દેશી ખારેક છેલ્લા એક અઠવાડીયાથી વેચાઈ રહી છે, એટલું જ નહીં, કચ્છની ખારેક ગુજરાતના અન્ય જીલ્લાઓમાં અને દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બેંગ્લોર, હૈદરાબાદ અને તમિલનાડુમાં વેચાય છે.પ્રગતિશીલ ખેડુતો હાલમાં ખારેકની નિકાસ કરવામાં વ્યસ્ત હોવાથી ખારેકના બગીચાઓમાં મજૂરોનો ધમધમાટ દેખાય છે.ચાલુ વર્ષે મબલ કચ્છમાં ખારેકના વાવેતરમાં દર વર્ષે થતો વધારો આ ફળના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે.સરકાર ખારેકની ખેતી કરતા ખેડુતોને સબસિડી આપે છે, પરંતું સબસિડીની રકમ વધારવામાં આવે તો ખેડુતો ખારેકની ખેતીને વધુ અપનાવે તેવી લાગણી ખેડુત વર્ગ ધરાવે છે.ખ ઉત્પાદનના કારણે ખેડુતો ખૂશી વ્યકત કરી રહ્યા છે. રિપોર્ટ બાય : કરણ વાઘેલા.