સુરત શહેરના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી. જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.પી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, સુરત શહેરના ચોકબાજાર પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૧૦૮૯૫/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ચેતનભાઇ અમૃત ભાઇ રાઠોડ રહે.ગુરૂકૃપા સોસાયટી, તરણ કુંડ પાસે, સીંગણપોર સુરત મુળ વતન કળસાર, તા.મહુવા વાળો આછા કેસરી કલરનુ ટીશર્ટ અને કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા એસ.ટી. બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામ ઠામ પુછતા ચેતનભાઇ અમૃતભાઇ રાઠોડ ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે.ગુરૂકૃપા સોસાયટી, તરણકુંડ પાસે, સીંગણપોર સુરત મુળ વતન કળસાર ગામ, તા.મહુવા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર આરોપીને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે અંગે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મજકુર આરોપી સુરત શહેરના ચોકબાજાર પો.સ્ટે.પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૧૦૮૯૫/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય, મજકુરને સદરહું ગુન્હાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. એ.પી.જાડેજા ની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. એન.વી.બારૈયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર