રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

હાલ કોવિડ 19 અંતર્ગત કોરોનાની મહામારીના બીજી લહેર વચ્ચે છેલ્લા આઠેક મહિનાથી વાગડ વિસ્તારના લોકોને આંખોના રોગો સામે રક્ષણ મળે તે માટે પોતાની રીતે સારવાર લઈ રહ્યા હતા. ત્યારે આજના સમયમા મોંઘવારીના જમાનામા સામાન્ય લોકોને ના પરવડે તે રીતે આંખોની સારવાર અને ઓપરેશન થાય છે. ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા ૩૮ માસ દરમિયાન દર મહિને ૨૯ તારીખ ના રાપર ખાતે દરીયાસ્થાન મંદિર ના સહયોગ થી રાપર તાલુકાના લોકોને વિના મૂલ્યે સારવાર ઓપરેશન અને નિદાન થઈ જાય તે માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
યોજાયેલ કેમ્પ ના દાતા જલારામ ગૃપ રાપર ચંદુલાલ પરશોતમ રાજદે પરિવારના સહયોગ અને દરીયાસ્થાન મંદિર લોહાણા સમાજ ના સહકાર થી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં આજે ૨૭૦ થી વધુ લોકો ને ડો. જયેશ મહેતા. રવિ ભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ૭૦ લોકો ને મોતીયા વેલ ના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમને આવવા જવા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આજે યોજાયેલ નિદાન કેમ્પમા દરીયાસ્થાન મંદિર ના સંત ડો. ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆણી ગોવિંદ ભાઈ ઠક્કર વેલજી ભાઈ લુહાર શૈલેષ ભીંડે ધનસુખ લુહાર વિશનજીભાઇ આદુઆણી ભરત રાજદે ડાયાલાલ ઠાકોર દિનેશ ચંદે ધનસુખ સાયતા સહિત રાપર દરીયાસ્થાન મંદિર.. જલારામ ગૃપ અને લોહાણા સમાજ ના ભાઈઓ એ વ્યવસ્થા સંભાળી હતી.