ધાનપુર પોલીસ એ પોતાને મળેલ ખાનગી બાતમીના આધારે ધાનપુર તાલુકાના પીપરગોટા ગામેથી દેશી હાથ બનાવટની 12 બોરની બંદૂક તથા બાર બોરના જીવતા કારતૂસ નંગ સાથે મળી રૂપિયા 10700 ના મુદ્દામાલ સાથે 52 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયાના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એ આપેલ જરૂરી સુચના ને આધારે ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ તેમના સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે તકેદારી પેટ્રોલીંગના ભાગરૂપે ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં ચોરી ધાડ લૂંટના મિલકત સંબંધી ગુના અટકાવવા તેમજ ગેરકાયદેસર રીતે હથિયારોની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓ બાબતે માહિતી મેળવી અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ નું આયોજન કર્યું હતું જ્યારે ગત રોજ ધાનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના એ એસ આઈ રોહિતભાઈ મંગુભાઈ હેડ કોન્સ્ટેબલ અજીત ભાઈ સ ક ન ભાઈ રણજીત સમર સિંહ રમણભાઈ દલસુખભાઈ પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ કી ડીયા ભાઈ મુકેશભાઈ હ વશીંગ ભાઈ સતિષભાઈ ચંદ્રકાંત સંદીપભાઈ ગોવિંદભાઈ તથા હીરાભાઈ વેસ્તાભાઈ વગેરે તકેદારી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીએસઆઈ બી એમ પટેલ ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પીપરગોટા ગામના ગામ ફળિયામાં રહેતા 52 વર્ષીય તેરસીંગભાઈ રાયસીંગભાઈ ડાંગી ના ઘરે ઓચિંતો છાપો મારી ઘરમાં ઝડતી તપાસ કરી ઘરની અંદરથી સંતાડીને મુખી રાખેલ એક દેશી હાથ બનાવટની રૂપિયા 10 હજારની કિંમતની સીંગલ બેરલ વાળી લાઇસન્સ વગરની બાર બોરની બંદૂક તથા રૂપિયા ૭૦૦ ની કુલ કિંમતના બાર બોરના જીવતા કારતૂસ નંગ 7 મળી રૂપિયા 10700 નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઇ 52 વર્ષીય તેરસીંગ ભાઈ રાયસીંગભાઈ ડાંગી ની ધરપકડ કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.