મોરબીમાં છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છ મહીને ઝડપાયો

    મોરબી જીલ્લામાં પેરોલ ફર્લો, વચગાળાના તેમજ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમ કાર્યરત હોય દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે બી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડીના ગુન્હામાં છ માસથી આરોપી હાર્દિક લલિત દવે રહે અનંતનગર સોસાયટી ૨ મોરબી ૨ વાળો અમદાવાદના નારોલ વિસ્તારમાં હોય જે બાતમીને પગલે ટીમને રવાના કરીને આરોપીને અમદાવાદ નારોલ પાસે આવેલ જીન્દાલ જીન્સ કાપડની ફેક્ટરીમાંથી પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.