‘હાઈલેન્ડથી ખત્રીતળાવ વચ્ચે બનેલ ૧૦,૦૦,૦૦૦/- લાખની લુંટનો ભેદ ઉકેલતી માનકુવા પોલીસ તેમજ એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજ”

મળતી માહિતી મુજબ/જે.આર.મોથાલીયા ,પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેન્જ, કચ્છ- ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલનાઓએ માનકુવા પોલીસ સ્ટેશનમાં હાઈલેન્ડથી ખત્રી તળાવ વચ્ચે બનેલ ૧૦,૦૦,૦૦૦/- લાખની લુંટનો ગુન્હો ડીટેક કરવા સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ ભુજના માર્ગદર્શન હેઠળ આગળની વધુ તપાસ માનકુવા પોલીસ સ્ટેશનના એસ.બી.વસાવા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર નાઓ ચલાવી રહેલ હતા. આ કામેના ફરીયાદી ભગુભાઈ માવજીભાઈ જાતે.સુથાર ઉ.વ.૪૩ ધંધો.સુથારીકામ રહે.નર નારાયણનગર માનકુવા તા.ભુજ વાળાએ ફરીયાદ આપેલ કે ત્રણ અજાણ્યા ઈસમો પોતાના કબ્જાની સફેદ કલરની રીટસ ગાડી મારી ગાડીની સામે ઉભી રાખી જેમાથી એક અજાણ્યો ઈસમ ગાડીમાથી નીચે ઉતરી મારી સાથે ઝપાઝપી કરી તેમજ બીજો ઈસમ મારી ગાડીમા પાછળના ભાગે થેલીમા રાખેલ રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- લુંટી લઈ ગયેલ હોઈ જે અંગે ફરીયાદ આપતા માનફકુવા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૦૫૪૦/ર૦૨૧ આઈ.પી.સી કલમ ૩૯૨,૧૧૪ મુજબનો ગુન્હો તા.૨૯/૦૫/૨૦૨૧ ના કલાક.૨૩/૩૦ વાગ્યે દાખલ કરેલ. આ બનાવ ગંભીર પ્રકારનો હોઈ તાત્કાલિક માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.વસાવા તથા પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર જઈ ખાતરી કરી ગુના બાબતે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભગા ભુજ નાઓ તથા લોકલ ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઈ. એસ.જે.રાણા સા. તથા એસ.ઓ.જી ઈન્ચાર્જ પી.આઈ. એ.આર.ઝાલા સા. નાઓને જાણ કરતા સ્ટાફ સાથે ગુનાવાળી જગ્યાએ તુરત આવી ગયેલ અને ફરીયાદીએ ફરીયાદમા જણાવેલ મુજબ ક્રોસ વેરીફાઈ કરતા ફરીયાદીએ ફરીયાદમા જણાવેલ હકિકતો ઉપજાવી કાઢેલ હોવાનુ જણાઈ આવેલ અને ફરીયાદમા જણાવેલ મુજબ ફરીયાદી પાસેથી ડેમોટ્રેશન કરાવતા ફરીયાદી ઉપર શંકા જતા ફરીયાદીને પો.સ્ટે બોલાવી યુક્તિ-પ્રયુક્તિ પુર્વક વિશેષ પુછ-પરછ કરતા ફરીયાદીએ જણાવેલ કે સેડાતા સીમમાં આવેલ ધ વિલામા ફર્નીચરનુ કામ મોટા પ્રમાણમા રાખેલ અને બાદ કોરોના ના કારણે આ ધંધામા નુકશાન થતા આ કામેના ફરીયાદી ઉપર આશરે ૫૦ લાખ જેટલુ દેવુ વધી જતા ફરીયાદીએ લીધેલ રૂપીયા લોકો પાછા માંગતા હોઈ અને ફરીયાદી પાસે પાછા આપવાના રૂપીયા ના હોઈ જેથી ફરીયાદીએ માણસોની અવર-જવરઓછી થતી હોઈ તેવી જગ્યા પસંદ કરી હાઈલેન્ડથી ખત્રી તળાવ વચ્ચે આવેલ તલાવડી પાસેથી તેની ફોરવ્હિલ ગાડી ઉભી રાખી અને તેની ગાડીમાથી ચપ્પુ કાઢી આત્મહત્યા માટે વિચાર કરેલ પરંતુ તેઓના દિકરાઓ નાના હોઇ તેમનો વિચાર આવતા પ્લાન બનાવેલ કે એક રીટસ ગાડી આવેલ અને તેની ફોર-વ્હિલ ગાડી સામે ઉભી રાખેલ અને એક માણસ રીટસ ગાડીમાથી ઉતરેલ અને ઝપાઝપી કરેલ અને બીજો માણસ રીટસ ગાડીમાથી ઉતરી ગાડીમા પાછળની શીટમા રાખેલ ૧૦,૦૦,૦૦૦/- લાખ રૂપીયા લુંટી ભાગી ગયેલ અને નેની પાછળ દોડેલ અને બીજો માણસ બાવળોમા ભાગી ગયેલ રીટસ ગાડી વાળો ગાડી લઈને ભાગી ગયેલ હોવાનુ ફરીયાદ આપુ તો મારી રૂપીયા માંગતા માણસો રૂપીયા ના માંગે તે માટે થઈને ફરીયાદી પ્લાન બનાવી માનકુવા પો.સ્ટે ખોટી ફરીયાદ આપેલ હતી જે ખોટી ફરીયાદ બાબતે ફરીયાદી સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ ચાલુમા છે.