નખત્રાણામા દિવસે દિવસ દબાણ વધી રહ્યું છે ત્યારે ગરીબ પરિવારની આજીવિકા છીનવાઈ

નખત્રાણામા દિવસે દિવસ દબાણ વધી રહ્યા છે ત્યારે વિરાણી રોડ ઉપર ગરીબ પરિવારની કેબીન ને આડી  કેબીન માથાભારે શખ્સ દ્વારા રાખી દેતા ગરીબ પરિવારની ની આજીવિકા છીનવાઈ ગઈ હતી॰ આ કે.બી ગ્રામ પંચાયતના ભાજપના મોટા માથા એ પોતાના સંબંધી ની કેબીન રખાવી હોવાની જાણવા મળી રહ્યું છે. ખુદ ગ્રામ પંચાયતના જવાબદાર પોતાના સંબંધી ખુદ જવાબદારો દબાણ કરાવી રહ્યા છે વિરાણી રોડ પર દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા ફ્રી છે ત્યારે આવી મોટી કેબીનો ના લીધે ટ્રાફિક સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિક જામ થતા આમ પ્રજામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા કેટલાક સમયથી આશાપુરા મંદિર થી લઈને આરામ ગ્રહ ગોથાણ સુધી દબાણકારો દિવસેને દિવસે વધી રહ્યા છે॰ ગેરકાયદેસર સર્વિસ સ્ટેશન ગેરેજ તેમજ ભંગાર ના વાળા તેમજ પાકી હોટલો મોકાસર સરકારી કીમતી જમીન પર માથાભારે શખ્સો દ્વારા દબાણ કરી લાખોની જમીન પચાવી પાડવામાં આવે છે. આ ભાજપના મોટા માથા દ્વારા પોતાના સગા સંબંધી તેમજ પોતે ગોડાઉન વાળા તેમજ મકાનો દબાણમાં બનાવીને ભાડે આપીને રૂપિયા કમાય છે આ ભાજપ નો મોટા માથા પોતે માથાભારે હોવાથી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેઓ પબ્લિક નામ મુખેથી આવાજ ઉઠવા આવ્યો છે॰ આ ગરીબ પરિવારને ન્યાય કોણ આપશે તે જોવાનું રહ્યું છે. ગ્રામ પંચાયતમાં પોતે માથાભારે હોવાથી કોઈ જ સભ્યો દ્વારા તેનો વિરોધ કરવામાં આવતો નથી.