અન્ન નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધમેન્દ્રસિંહ જાડેજા એક દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે

ભુજ, શુક્રવારઃ

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) કુટીર ઉધોગ રાજયમંત્રીશ્રી ધમેન્દ્રસિંહ

જાડેજા તા.૩/૭/૨૦૨૧ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૩જીએ બપોરે ૧૩ કલાકે

માતાનામઢ ખાતે દર્શનાર્થે જશે. ૧૫.૩૦ કલાકે ભુજ મધ્યે કલેકટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠા

અને ગ્રાહકોની બાબતો તથા કુટિર ઉધોગ વિભાગની રિવ્યુ મીટીંગમાં હાજરી આપશે. સાંજે ૧૭

કલાકે ભુજ મુકામે જિલ્લા ભા.જ.પ. કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેશે.