આગામી ૨૧મી જુલાઈ સુધીમાં રાપર આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી લેવું

ભુજ શુક્રવારઃ

આઈ.ટી.આઈ રાપર ખાતે એડમીશન-૨૦૨૧માં વ્યસાયિક કોર્ષ (ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફીટર, વેલ્ડર,

કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા આર્મેચર મોટર રીવાઈડીંગ)માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા

તા.૦૩/૦૭/૨૦૨૧ થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી નિયત કરવામાં આવે છે તથા ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી

તારીખ:૨૧/૦૭/૨૦૨૧ સાંજે ૦૫:૦૦ કલાક સુધી છે. જેથી ધો-૮-૯-૧૦ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક

ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે આઈ.ટી.આઈ રાપર ખાતે રૂબરૂ હાજર રહેવા

આચાર્ય/એક્ષ-ઓફીસીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા- રાપર-કચ્છ દ્વારા જણાવાયું છે.