જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભૂજ શહેર એ ડીવીઝન પોલીસ

      પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબનાઓએ પશ્વિમ કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારું આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજવિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ. જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કીશોરસિંહ બી. જાડેજાનાઓની બાતમી હકીકત આધારે ભુજ શહેરમાં સરપટ નાકા બહાર વાવ ફળીયામાં આવેલ વિજયાબેન રાજગોરના મકાન આગળ ખુલ્લામાં આરોપીઓએ ધાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપીયા.૧૮૩૩૦/- તથા ઘાણીપાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ્લે રૂ.૧૮૩૩૦/ ના મુદામાલ સાથે મજકુર આરોપીઓને પકડી પાડેલ છે.