અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને શોધી કાઢતી અંજાર પોલીસ

મળતી માહિતી મુજબ/ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુ. ર. ન. ૧૧૯૯૩૦૦૩ર૧૦૬૧૭/ર૦ર૧ આઇ.પી.સી કલમ ૩૬૩,૩૬૬ વિગેરે મુજબના ગુન્હા કામે ફરિયાદીની સગીર વયની દીકરીનુ આરોપી રાહુલ કુમાર એસ/ઓ દુખીત દુખી પાસવાન રહે.રાજક્રિપાલ પ્લાયવુડ કંપની વરસાણા તા.અંજાર મૂળ રહે.ગોવિંદપુર તા.કલ્યાણપુર પોસ્ટ.બકરપુર જી.મોતીહારી પુર્વી ચંપારણ (બિહાર) વાળો ફરિયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ઉપરોક્ત ગુન્હો કરેલ જે ગુના કામે ભોગ બનનાર બાળકી તથા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામના ટેકનીકલ સ્ટાફની મદદ મેળવી પો.ઇન્સ.એમ.એન.રાણાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભોગ બનનાર અપહ્ત બાળકી તથા આરોપી બંને જણાઓ ઓમકાર પ્લાયવુડ કંપનીમા હોવાની ચોક્કસ હકીકત મળતા સ્ટાફના માણસો સાથે જઇ મજકુર આરોપીની પકડી પાડી તથા ભોગ બનનારને શોધી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી આરોપીને ઉપરોક્ત ગુના કામે કોવિડ-૧૯ નો રિપોર્ટ કરાવવા રાઉન્ડ અપ કરી આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે. રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર.