ધાણી-પાસા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મળતી માહિતી મુજબ/ મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા ,બોર્ડર રેંજ,ભુજ તથા મયુર પાટીલ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની સુચના મુજબ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા સારૂ સુચના આપેલ જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. પંકજકુમાર રામસિંહ કુશવાહ નાઓને ખાનગી તેમજ સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે, પેરેડાઇઝ હોટલની પાછળના ભાગે આવેલ ખુલ્લા વાળામાં અમુક માણસો ધાણી -પાસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે ખરાઇ કરી સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ નીચે મુજબના આરોપીઓને મુદામાલ સાથે પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.