વાંઢીયા સહીત કચ્છના ખેડૂતોને ન્યાય આપાવવા ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના આગેવાનો એ જીલ્લા સમાહર્તા ઓનંદ પટેલ સામે ન્યાય માટે ધામા નાખ્યા

આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઇ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા, રમેશભાઈ ઓરમાં, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વિરડા, હરિચન્દ્રસિંહ જાડેજા, સંદીપ પટેલ સહિતના આગેવાનો એ કચ્છ કલેક્ટરની રૂબરૂ મુલાકાત લઈ કચ્છમાં વીજ વહન કરતી કમ્પનીઓ કે વીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા તમામ કાયદાઓને નેવે મૂકીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં જેસીબી મશીન ચલાવી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તંત્ર મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું હોય એટલું જ નહીં પણ તંત્ર જાણે ખાનગી કંપનીઓ માટે જ કામ કરતું હોય એવો ઘાટ રચાયો છે ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ કલેક્ટરશ્રી સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા જે બાબતે કલેક્ટર પણ અજાણ હોય તેવું લાગી રહ્યું હતું

ખેડૂત આગેવાનોએ શ્રી જયેશભાઈ પટેલ તથા પાલ આંબલીયા એ નિયમોને આગળ કરીને કલેક્ટરશ્રીને પ્રશ્ન પૂછ્યા કે 1885 નો ધ ટેલિગ્રાફ એક્ટ અત્યારે કાર્યરત જ નથી તો તમે તેના આધારે નોટિસ કેમ આપી શકો ?? 2003 ના ઇલેક્ટ્રીસીટી એક્ટને તમે આગળ કરો છો તો તેના ખેડૂતોની ફેવરની કલમોનો અમલ કેમ નહિ ?? કેન્દ્ર સરકારે જે એસઓપી આપી છે તે મુજબ જમીનની વેલ્યુ નક્કી કરવા માટે ખેડૂત તરફે પણ એક વેલ્યુલર નિમવાનો હોય છે તો તેનો અમલ કેમ નહિ ?? 2013 ના જમીન સંપાદન કાયદા મુજબ જત્રી રેટ નહિ માર્કેટ રેટના ચારગણા વળતરની જોગવાઈ છે તો તેનો અમલ કેમ નહિ ?? કલેક્ટર આપે જે હુકમ કર્યો છે તેમાં 67 મીટર કોરિડોર માટે હુકમ કર્યો છે તો આ કંપની વાળા આખા ખેતરમાં નુકસાન શા માટે કરી રહયા છે ?? પોલીસ પ્રોટેક્શન માટે છે કે ખેડૂતોને દબાવવા માટે ?? પોલિસ પ્રોટેક્શનમાં ઓન પેપર ફળવ્યા હોય એના કરતાં 5 ગણા થી વધારે શા માટે હોય છે ?? કલેક્ટર કરેલા હુકમથી વધારે ખેડૂતોની જમીનનો ઉપયોગ આ કંપનીઓ વાળા કરે છે જે કાયદા વિરુદ્ધ છે તો ત્યાં ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન કેમ નથી મળતું ?? 250 પોલીસની હાજરીમાં એક પત્રકાર કંપનીવાળાના ચેનની લૂંટ કેવીરીતે કરી શકે ?7 શું પત્રકાર લૂંટ કરવા આવે છે ?? પત્રકાર વિરુદ્ધ લૂંટનો કેસ દાખલ થાય પણ ખેડૂતોના ખેતરમાં કંપની વાળા દાદાગીરી કરે તેના ખેતરમાં કેમ કોઈ કેસ દાખલ થતો નથી ?? કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ કલેક્ટરનેઅનેક પ્રશ્નો પૂછ્યા જેના જવાબ કલેક્ટર પાસે હતા નહિ દરેક સવાલના જવાબમાં કલેક્ટર કહેતા હતા કે તપાસ કરીને કહીશ ત્યારે આગેવાનોએ કલેક્ટરને 24 તારીખ સુધીમાં તપાસ કરી રાખવા કહયુ હતું અને 24 તારીખે ફરીથી કલેક્ટર પાસે જવાબ લેવા આવવાનું કહ્યું હતું જો યોગ્ય ન્યાય અને જવાબ નહિ મળે તો અંદોલન વધુ ઉગ્ર અને મજબુત બનાવાશે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ સાથે આગેવાનો જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, ભચુ આરેઠીયા. રામદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા. યોગેશ પોકાર, ભિષ્ણુ સૌલંકી, અશોક રાઠોડ, ગનીભાઈ કુંભાર. એચ.એસ.આહીર, રાણુભા જાડેજા, હુશેન રાયમા, લખમીર રબારી, હાસમ સમા. અનિલ બત્તા, વિરામ ગઢવી, હરેશ આહીર, રૂપાભાઈ રબારી, ત્રિકમભાઈ આહિર, આયશુબેન સમા, દસરથ જોષી. વિનોદભાઈ વરસાની, સામરા ધનરાજ ગઢવી, વિગેરે આગેવાનો તથા વાંઢીયા. લોડાઈ, પધ્ધર, મુવા. લખપત. ભુજ ખેડુતોના આગેવાનો પણ જોડાયા હતા તેમજ કલેકટરશ્રી કચ્છ પાસે યોગ્ય ન્યાયની અપેક્ષા સહ વિનંતી કરી હતી જો આ ખેડૂતોને યોગ્ય ન્યાય નહિ મળે તો કોંગ્રેસ પક્ષ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ સાથે રહી મજબુત આંદોલન ખેડૂતોના હિતમાં ચલાવશે તેવું શ્રી હુંબલે જણાવ્યું હતું.