પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષમાં છ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવતિ કરતા ઈસમોને ચેક કરી તેઓના ડોઝીયર ભરવાની કામગીરી કરવા મેગા ડ્રાઈવનું આયોજન

ગત તા.૦૮/૧૧/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યનાં એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનાર ત્રણ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તદઉપરાંત તા.૦૯/૧૧/૨૦૨૫ નાં રોજ ફરીદાબાદ ખાતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનાર આરોપીઓને પકડવામાં આવેલ. તા.૦૯/૧૧/૨૦૨૫ નાં રોજ દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ થયેલ. જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને કેટલાક રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનાર વ્યક્તિઓની અટક કરવામાં આવેલ છે.

ઉપરોક્ત તમામ બાબતની ગંભીરતાને ધ્યાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા. ગાંધીનગરનાઓ દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં રાજ્યના તમામ જિલ્લાના વડાઓને અગાઉ આપેલ સુચના મુજબ છેલ્લા ૩૦ વર્ષના (૧) જાણીતા હથિયાર ધારાના કેસોના આરોપીઓની સંખ્યા-૪૨૯ (૨) જાણીતા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના કેસોના આરોપીઓની સંખ્યા-૨૭૨ (૩) જાણીતા એક્સપ્લોજીવ એક્ટના કેસોના આરોપીઓની સંખ્યા-૩૯ (૪) જાણીતા બનાવટી ચલણી નોટોના કેસોના આરોપીઓની સંખ્યા-૪૩ (૫) જાણીતા ટાડા, પોટા. મકોકા તેમજ યુ.એ.પી.એ. જેવા કેસોના આરોપીઓની સંખ્યા-૦૦ તથા (૬) જાણીતા પેટ્રોલિયમ એક્ટના કેસોના આરોપીઓની સંખ્યા-૧૭ એમ કુલ્લે છ હેડના ૮૦૦ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ. ઉપરોક્ત છ હેડના જાણીતા ગુનેગારોને આગામી ૧૦૦ કલાકમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી વેરીફીકેશન કરી તેઓના ડોઝીયર ભરવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લાના ઉપરોક્ત હેડના તમામ આરોપીઓને આગામી ૧૦૦ કલાકમાં ચેક કરી વેરીફીકેશન કરી તેઓના ડોઝીયર ભરવા સુચના આપેલ હોય જે અન્વયે તા.૧૬/૧૧/૨૦૨૫ થી તા.૧૮/૧૧/૨૦૨૫ સુધીમાં જાણીતા તમામ ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ

આ ઝુંબેશ દરમ્યાન પશ્ચિમ કચ્છ-ભુજ જિલામાં અત્યાર સુધી કુલ ૫૫૪ જાણીતા ગુનેગારોને ચેક કરી તે પૈકી ૩૩૫ આરોપીઓના ડોઝીયર ભરવાની કામગીરી કરવામાં આવેલ છે. તેમજ બાકી રહેતા જાણીતા ગુનેગારોને ચેક કરવાની અને ડોઝીયર ભરવાની કામગીરી હાલમાં ચાલુમાં છે.