અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની પ્રાંત કચેરી ખાતે ધુડીયા-આગરીયા ગામના ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

5585b8c3-265c-432f-89c8-2aa81afca4c5

રાજુલા તાલુકાના ધુડીયા-આગરીયા ગામમાં તૌકતે વાવાઝોડાથી થયેલ નુકસાનીમાં આ ગામના લોકોને કેસડોલ ચુકવવામાં આવ્યુ નથી. તેમજ ખેતી પાકમાં થયેલી નુકસાનીનું પણ વળતર આપવામાં આવ્યું નથી. જેમકે તલ, બાજરી ,  ડુંગળી , જેવા અનેક પાકોને નુકસાન થયુ છે. છતાંપણ અમુક લોકોને સર્વે થયો તો અમુક ખેડૂત લોકોને સર્વે બાકી રહી ગયેલ છે. અને જે બાકી રહેલા ખેડૂતોને કોઈપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી. અને ૧૫ થી ૨૦ ખેડૂતોને ફોર્મ ભરાયા છે. અને બીજા ખેડૂતોના ફોર્મ બાકી રહી ગયેલા છે. આખરે અમારા ધુડીયા-આગરીયા ગામમાં ખેતીવાડીનો રી-સર્વે કરવામાં આવે તથા કેસડોલ ની રકમ ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે. આ બાબતે રાજુલા પ્રાંત કલેકટર કે.એસ. ડાભીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે બાકી રહેલા સર્વે રી-સર્વે કરવામા આવે તેવી અમારી ધુડીયા-આગરીયા ગામના ગ્રામજનો તેમજ ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા…