નિર્મળનગર વિઠઠલવાડી વિસ્તારમા જુની અદાવતના કારણે ર૦૧૨ ની સાલમા થયેલ જીવલેણ હુમલાના કેસમાં ચાર આરોપીને મુખ્ય જીલ્લા સરકારી વકીલ વિપુલ દેવમરારીની દલીલોને ગ્રાહય રાખી દસ વર્ષની રાજા ફટકારતી પ્રિન્સીપાલ ડિસ્ટીકટ એન્ડ સેશન્સ કોર્ટ, ભાવનગર

વિઠઠલવાડી બે માળીયામાં રહેતા ફરીયાદી ભાવિનભાઈ ઉર્ફે જુલી હર્ષદભાઈ ડાભી ઉ.વ.રપ નાએ – એ ડિવીઝન (નિલમબાગ) પોલીસ સ્ટેશનમાં તા.૧૯/૬/૧૨ ના રોજ ફરીયાદમાં જણાવેલ કે આરોપી નં.(૧) રાજેશભાઈ ઉર્ફે રાજુ બાલાભાઈ સોલંકી ઉ.વ.૨૮ રહે હાલ. ક.પરા, ટેકરી ચોક, મફતનગર, ભાવનગર તથા નં. (ર) હરેન્દૂસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ.ર3 મિલ્ટ્રી સોસા., સ્વામિ. ગ્રૃુકળ સામે પ્લોટ નં.૨૭૫, ભાવનગર વાળા સાથે અગાઉ નિરજસિંહ ભવાનસિંહ ઝાલાની તથા હરેશ ઉર્ફ હરુભાઈ ભગવાનભાઈ પંડયા સાથે ઝગડો થયેલ જેનુ મન દુઃખ થતા જુની અદાવત રાખી તા.૧૯/૮/૧ર ના રોજ આશરે સાંજના છ એક વાગ્યાના સમયે આરોપીઓ
ન.(૧) રાજેશભાઈ ઉફે રાજુ બાલાભાઈ સોલંકી ઉ.વ.૨૮ રહે હાલ. ક.પરા, ટેકરી ચોક, મફતનગર,
ભાવનગર તથા નં. (ર) હરેન્દૂસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ.ર૮ મિલ્ટ્ી સોસા., સ્વામિ.
ગુરૃકુળ સામે પ્લોટ નં.૨૭૫, ભાવનગર નં.(૩) નિરવ ઉર્ફે બાવકો રાજભાઈ -વેગડ ઉ.વ.૨૩ નવી વિઠઠલવાડી, ૨ માળીયા, રુમ નં.૬ર નં.(૪) સમીર વલ્લભભાઈ રાઠોડ ઉ.વ.૨૩ રહે. દેસાઈનગર, ઝવેરભાઈની વાડી, શેરી નં.૩, નં.(૫) રાજુ બાબુભાઈ વેગડ ઉ.વ.પર નં.(6) વિમલ ઉર્ફ લાલો રાજુભાઈ વેગડ ઉ.વ.ર૮ રહે. બંને વિઠઠલવાડી, ર માળીયા, રૃમ નં.૬ર તથા એક બાળ આરોપીનાઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો ઈરાદો પાર પાડવા તીક્ષ્ણ હથીયાર છરાઓ ધારણ કરી ફરીયાદ તથા સાહેદોને જુદી જુદી જગ્યાએ શરીર પર ઈજાઓ પહોચાડી જીવલેણ હુમલો કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હોય જે અંગેની ફરીયાદ ફરીયાદીએ (નિલમબાગ) એ ડિવીઝન પો.સ્ટે. આઈ.પી.સી.ક.-૩૦૭, ૩૨૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨) અને જી પી એક્ટ ની કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધાવેલ. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણી સાહેબ ની અદાલતમાં ચાલી જતાં અદાલતે મખ્ય જીલ્લા સરકારી વકીલશ્રી વિપ્લભાઈ દેવમરારીની અસરકારક દલીલો તથા આધાર પુરાવા અને સાક્ષીઓ ને ઘ્યાને લઈ આરોપીઓ રાજેશભાઈ ઉર્ફે રાજ્ બાલાભાઈ સાંલંકી, હરેન્દૂસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહિલ, રાજુ બાબુભાઈ વેગડ, વિમલ ઉર્ફે લાલો રાજુભાઈ વેગડ ચારેય આરોપીઓની સામે આઈપીરી કલમ ૩૦૭ તેમજ ૩૨૪ મુજબનો ગુના સાબીત માની ચારેય આરોપીઓને આઈ.પી.સી.ક ૩૦૭ મુજબના ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને દરેક આરોપીને રૂ।.૭ હજાર દંડનો હુંકમ કરેલ છે.
રિપોર્ટર એજાજ શેખ ભાવનગર