દાહોદ જિલ્લામાં બુટલેગરો છેલ્લા કેટલાય સમયથી સક્રિય બન્યા: વિદેશી દારૂની હેરાફેરીનું પ્રમાણ પણ ખુબ જ વધ્યું

દાહોદ જિલ્લામાં બુટલેગરો છેલ્લા કેટલાય સમયથી સક્રિય બન્યા છે અને વિદેશી દારૂની હેરાફેરી નું પ્રમાણ પણ ખુબ જ વધુ છે એવા સમયે લીમખેડા પોલીસે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન દુધિયા તરફથી આવતી શંકાસ્પદ લાગતી બોલેરો ગાડીને મોટી વાવ ચોકડી પર રોકી ગાડીની તલાશી લઈ ગાડીમાંથી રૂપિયા ૩. ૮૬ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારુ તેમજ બિયર નો જથ્થો ઝડપી પાડી રૂપિયા બે લાખની કિંમતની બોલેરો ગાડી તેમજ બે મોબાઇલ ફોન મળી રૂપિયા5,88,880/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે જણાની અટક કર્યાનું જાણવા મળ્યું છે પોલીસના સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ લીમખેડા ના હેડ કોન્સ્ટેબલ દિનેશ ભાઈ મનોર ભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર ભાઈ મનસુખભાઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓ ગત રાતે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા અને પતા પતા બાંડીબાર આઉટ પોસ્ટ વિસ્તારના મોટી વાવ ચોકડી પર આવ્યા હતા તે વખતે દુધિયા તરફથી આવેલ gj 20 એન 8261 નંબરની બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા તે ગાડી ને બેટરી નું લાઈટ મારી ઉભી રખાવી હતી અને ગાડીમાં તલાશી લેતા ગાડીમાંથી રૂપિયા3,86,880/- ની કુલ કિંમતના ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ કાચની તથા પ્લાસ્ટિક ની બોટલો તેમજ બીયર ટીન મળી કુલ નંગ 3360 ભરેલ પેટીઓ નંગ 97 પકડી પાડી ગાડીના ચાલક સહિત બે જણાની ધરપકડ કરી તેઓના નામ પુછતા તેઓએ પોતાના નામ હર્ષદકુમાર ઉર્ફ વિકી કિશોરીલાલ પાલ રહેવાસી માણેક બજાર લીમડી તાલુકા ઝાલોદ તેમજ બીજાએ મહેશભાઈ રમેશભાઇ માલીવાડ રહેવાથી કુટણ ખેડા લીમડી તાલુકો ઝાલોદ હોવાનું જણાવ્યું હતું પોલીસ આ બંનેની અંગજડતી લઈ બંનેના ખિસ્સામાંથી કુલ રૂપિયા બે હજારની કિંમતના બે મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરી માં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા બે લાખની કિંમતની બોલેરો ગાડી મળી રૂપિયા5,88,880/- નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ લીમખેડા પોલીસે ધરપકડ કરાયેલ હર્ષદકુમાર ઉર્ફે વિકી કિશોરીલાલ પાલ તથા મહેશભાઈ રમેશભાઇ માલીવાડ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ – દાહોદ