બોટાદ જિલ્લામાં તારીખ ૨૨ જુલાઇ-૨૦૨૧ ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

બોટાદના નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો જુલાઇ-૨૦૨૧ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૭/૨૦૨૧ ના રોજ ૧૧.૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસરોડ, બોટાદ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે જિલ્લાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોની આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦.૦૭.૨૦૨૧ સુધીમાં રજાના દિવસો સિવાય કલેકટર કચેરી બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.