ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહિ (બાયો ડીઝલ) નો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ

f9b207c1-32d2-4a23-883d-532aa93d9d50

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયો ડીઝલનો ગેર કાયદેસર રીતે સંગ્રહ/વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાયરદૈસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામા આવેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે અંજાર તાલુકાના વરસાણા ગામના સર્વે નં ૬૦ મા આવેલ સ્ટોરેજ ગોડાઉન નં-૪ મા બાયો ડીઝલ ભરેલ છે તેવી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સદર બાતમીવાળી જગ્યાએ એક ટેન્કર નંબર 07-12 /1-4944 વાળા ટેન્કરમાં આશરે ૧૨૦૦ લીટર બાયોડીઝલ /બેઝ ઓઇલ ભરેલ જોવામા આવેલ તથા ટેન્કરની સાઇડમા બાયો ડીઝલ/બેઝ ઓઇલની માપણી માટેનો ઇલેક્ટ્રીક પંપ જોઇન્ટ કરેલ જે ગેર કાયદેસર રીતે મળી આવતા આ બાબતે મામલતદાર અંજાર નાઓને જાણ કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે.

કબ્જેદાર ઇસમ:- સુશીલ દેવીદયાલ ગોયલ રહે.મેઘપર બોરીચી તા.અંજાર

સીઝ કરેલ મુદામાલ:-

(૧) બાયો ડીઝલ લીટર-૧૨૦૦ કિ.રૂ.૭૨,૦૦૦/-

(ર) ટેન્કર નંબર ઉ/-12 /1-4944 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૩) ફ્યુલ ભરવા માટેનો ઇલેક્ટ્રીક નોઝલ પંપ- કિ.રૂ.૨૫,૦૦૦/- એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૫,૯૭,૦૦૦/-

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.