ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

 મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેંજ,ભુજ તથા મયુર પાટીલ સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ અને કેફી માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવુતિને સદંતર ડામવા માટેની ડ્રાઇવ હાલમાં ચાલુમાં હોય. જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર.આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ધીરજ શિવજીભાઇ ભાનુશાળી પોતાના કબ્જાની બ્લુ કલરની એક્સેસ જેના રજી નં.જી.જે.૧૧૨.ઇ.એચ.૯૫૭૮ વાળીમાં માદક પદાર્થ ગાંજો રાખી નળવાળા સર્કલ વિસ્તારમાં ફરે છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકિકત આધારે ભુજ શહેર બી.ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી.ગોજીયા નાઓએ ટીમ સાથે તુરંત વર્ક આઉટ કરી ટીમ સાથે રેઇડ કરતા ધીરજ શિવજીભાઇ ભાનુશાળી ઉ.વ.૨૪ રહે-ઝુરા તા.ભુજ વાળાને ૧.૦૪૯ કિ.ગ્રા. માદક પદાર્થ ગાંજા કિ.રૂ.૧૦,૪૯૦/- વાળા સાથે આરોપીને પકડી પાડેલ હોઇ મજકુર આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ મજકુર ઇસમને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ-૧૯ સારૂ મોકલાવી આપતા મજકુરનો કોવિડ-૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવતા આજરોજ ક.૦૧:૩૦ વાગ્યે અટક કરેલ છે. અને આગળની તપાસ પો.સબ.ઇન્સ. વી.આર.ઉલવા નાઓ ચલાવી રહેલ છે.

* પકડાયેલ આરોપીના નામ,સરનામુ,:-

(૧) ધીરજ શિવજીભાઇ ભાનુશાળી ઉ.વ.૨૪ રહે-ઝુરા તા.લુજ

* પકડવાના બાકી આરોપીના નામ,સરનામુ,:-

(૧) પવન સનત મહેતા રહે-એકતા સુપર માર્કેટની પાછળની શેરી ભુજ

(૨) રમેશ ગોપાલ આહીર રહે-નાગોર તા.ભુજ

* આરોપી પાસેથી કબ્જે કરેલ મુૃદ્દામાલ:-

(૧) માદક પદાર્થે ગાંજો ૧.૦૪૯ કિ.ગ્રા. કિ.રૂ.૧૦,૪૯૦/-

(ર) બ્લુકલરની એક્સેસ રજી નં.જી.જે.૧ર.ઇ.એચ.૯૫૭૮ કિ.રૂ.૫૦,૦૦૦/-

(૩) રેડમી કંપનીનો એન્ડ્રોઇડ મો.ફોન.કિ.રૂ.૫,૦૦૦/-

(૪) આધાર કાર્ડ, ડ્રા.લાઇસન્સ.આર.સી.બુક – કિ.રૂ.૦૦/-

(૫) રોકડા રૂપિયા ૧૭૭૦/-

* કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સશ્રી આર.ડી.ગોજીયાના તથા પો.સબ.ઇન્સ.વી.આર.ઉલવા તથા એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા એ.એસ.આઇ.મેઘજીભાઇ મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ.રાજેશભાઇ કુંભારવાડીયા તથા હિમંતસિંહ વાઘેલા તથા પો.કોન્સ.શક્તિસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા અનિરૂધ્ધસિંહ જાડેજા, તથા મહિપાલસિંહ ગોહિલ, તથા રમેશભાઇ ઠાકોર તથા કિરીટસિંહ જાડેજા તથા ડ્રાઇવર શૈલેન્દ્રસિંહ જાડેજાનાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.