બોટાદ કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની નિયુક્તિ માટે અરજીઓ મંગાવાઈ

સરકાર સામે દાખલ કરવામાં આવતા કોર્ટ-કેસ કે સરકારશ્રી તરફથી દાખલ કરવામાં આવતા કેસોમાં વિવિધ કોર્ટ કક્ષાએ સંબધિત એડવોકેટશ્રી સાથે સંકલન, પેરાવાઈઝ રીમાર્કસ, એફીડેવીટ ઈન રીપ્લાય કે અપીલ મેમા તૈયાર કરવા વિગેરે કાયદાકીય કામગીરી માટે રૂ.૪૦,૦૦૦/- એકત્રીત રકમથી એડહોક ધોરણે બોટાદ જિલ્લા માટે ૧૧ માસની મુદત માટે કરાર આધારિત કાયદા અધિકારીને નિયુક્તિ માટે કલેકટર કચેરી બોટાદ(મહેકમ શાખા)ને તા.૨૬/૦૭/૨૦૨૧ કચેરી સમય સુધીમાં(રૂબરૂ/રજી.એડી)થી અરજીઓ મળી જાય તે રીતે મંગાવવામાં આવે છે. જે ઉમેદવારની વય ૪૦ વર્ષથી વધુ ન હોય, ડીગ્રી ઈન લો કે પછી એચ.એસ.સી પછી લો વીથ ફાઈવ યર કોર્ષ કરેલ હોય, કોમપ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ હોય ,ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરી શકતા હોય, નામદાર હાઈકોર્ટની સબ-ઓર્ડીનેટ કોર્ટ, હાઈકોર્ટ, સીટી સિવિલ કોર્ટ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ કે કાયદાથી સ્થાપિત બોર્ડ/નિગમ/કંપનીમાં પાંચ વર્ષની વકીલાતનો અનુભવ ધરાવતા હોય તથા ઉપરોક્ત વિગતે ભાષાનું અને અનુભવનૂં સંબધિત કોર્ટના પ્રિન્સીપાલ જ્યુડીશીયલ ઓફીસરનું પ્રમાણપત્ર ધરાવતા હોય તેઓ તમામ પુરાવાઓ સાથે અરજી રજૂ કરી શકશે. મહેકમ શાખા, કલેકટરશ્રીની કચેરી, બોટાદ ખાતેથી અરજી ફોર્મ તથા મહેસૂલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ના ઠરાવથી નકકી કરેલ કરાર આધારિત કાયદા અધિકારીની નિમણૂક અંગેની બોલીઓ અને શરતો, ફરજો અને જવાબદારીઓ તથા લાયકાતની વિગતો પ્રાપ્ય કરી શકશે.
અરજી સાથે શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવના પ્રમાણપત્ર, જાતિ અંગેના પ્રમાણપત્ર વિગેરે પ્રમાણપત્રો પ્રમાણિત કરીને જોડવાના રહેશે.

લાલજી બોટાદ