મહાત્મા ગાંધી નરેગા બોટાદ મિશન ગ્રીન બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા “કૃષ્ણ સાગર નક્ષત્રવન” માં ૧૦,૦૦૦ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૨૭ દિવ્યાંગ બાળકો દ્વારા ૨૭ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષોનું વાવેતર
મહાત્મા ગાંધી નરેગા બોટાદ, મિશન ગ્રીન બોટાદના સયુંકત પ્રયત્ન થી તથા સામાજિક વનીકરણ વિભાગ બોટાદના નાયબ વન સંરક્ષક શ્રી ડૉ.સંદીપકુમારના માર્ગદર્શન હેઠળ “આવો વતનને બનાવીએ વૃંદાવન” ના ઉમદા આયોજન અંતર્ગત “કૃષ્ણ સાગર નક્ષત્રવન” માં ૧૦,૦૦૦ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૨૭ દિવ્યાંગ બાળકો દ્વારા ૨૭ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષોનું વાવેતર કરી માનવનિર્મિત વન નો કાર્યક્રમ અન્ય ગામો માટે ઉદાહરણ રૂપ બન્યો હતો.
હાલમાં તોક્તે વાવાઝોડામાં વૃક્ષોની નુકશાની સામે બોટાદ જિલ્લામાં આગામી સમયમાં બોટાદ શહેરમાં મિશન ગ્રીન બોટાદ અને ગ્રામ્ય કક્ષાએ મહાત્મા ગાંધી રાષ્ટીય રોજગાર બાંયેધરી એક્ટ(યોજના)-મનરેગા અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સરકારી પડતર જમીન ,ગોચરમાં વનીકરણ અને વ્યક્તિગત વનીકરણમાં વાડીના શેઢા ઉપરાંત બાગાયત ફળઝાડ વાવેતરના કાર્યક્રમ દ્વારા વધુ વૃક્ષ વાવતેર અભિયાનમાં આજ રોજ બોટાદના હડદડ ગામ પાસેના કૃષ્ણ સાગર તળાવ પાસે ૧૨ વિઘાના પ્લોટમાં ૫૦ જેટલા દેશી કુળના વૃક્ષ અને નક્ષત્રવન સાથે ૧૦૦૦૦ વિવિધ વૃક્ષોનું વાવતેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ “કૃષ્ણ સાગર નક્ષત્રવન” માં મીયાવકી વૃક્ષ વાવેતરનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ સયુંકત સહયોગ થી આયોજન કરેલ કાર્યક્રમમાં મિશન ગ્રીન બોટાદની ઉમદા કામગીરી સાથે સમગ્ર વૃક્ષ વાવતેરમાં વૃક્ષોના ખાડા, વાવતેર, જાળવણી અને કાળજી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંયેધરી એક્ટ (યોજના)-મનરેગા દ્વારા ગામની ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક શ્રમિકો બહેનો બે વર્ષ સુધી કરશે. જે કામગીરીમાં ૧૦૦ કુંટુંબને શ્રમજીવીને કામના પ્રમાણમાં રોજના ૨૨૯.૦૦ લેખે લઘુતમ વેતન જોગવાઈ નરેગા જોબકાર્ડમાં નિયમિત રોજગારી મનરેગા હેઠળનો લાભ પ્રદાન કરવામાં ગ્રામ પંચાયત મહત્વની ભૂમિકા ભજવેલ છે.
આ યોજના અંતર્ગત અગામી સમયમાં મોટા પાયે વનીકરણ કરવા અને ખેડૂત લક્ષી બાગાયત નર્સરી, બાગાયત વૃક્ષોની વાડી, બારમાસી ઘાસચારા વાવેતર, ખેતરના શેઢા પાળા ઉપર આવક આપતા વૃક્ષોનું વાવતેર જેવા કામો ગ્રામ પંચાયત દ્વારા નરેગાની વ્યક્તિગત લાભાર્થીઓની કેટેગરીના નાના સીમાંત ખેડૂતને મોટા પાયે પસંદગીની અગ્રતા યાદી કરી ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ દ્વારા દરેક ગામોમાં અમલવારી કરવા અને “વતનને બનાવીએ વૃંદાવન” ના ઉમદા આયોજન માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદના નિયામક એ.કે.જોશીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા નરેગા સ્ટાફ સાથે મિશન ગ્રીન બોટાદની વિજયભાઈ ઈટાલીયાની યુવા ટીમ સાથે ગ્રામ પંચાયત હડદડ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર-નરેગા ભરતસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી સુરજ કુમાર સાથે ફોરેસ્ટ વિભાગના બન્ને રેંજના ઓફિસર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.