રાજયમંત્રી વાસણભાઇ આહિર કચ્છના પ્રવાસે

રાજયમંત્રી વાસણભાઇ આહિર તા.૨૪/૭ થી તા.૨૬/૭ કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨૪મીએ સવારે ૧૧ કલાકે ગોવર્ધન પર્વત, સતાપર (તા.અંજાર) મુકામે ગુરૂપૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૨૫મીએ સવારે ૧૦.૩૦ કલાકે કે.કે.એમ.એસ.ગર્લ્સ હાઈસ્કૂલ-અંજાર મધ્યે કોવીડ અન્વયે વેકસીનેશન કાર્યક્રમમાં હાજરી આપશે. ૨૬મીએ સવારે ૧૧ કલાકે તાલુકા હેલ્થ ઓફીસરની કચેરી, અંજાર ખાતે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના બિલ્ડીંગની કામગીરીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે.