ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓએ ટુંકી મુદત અને મધ્યમનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરેલ હોય. વસુલાત નિયમિત કરતી હોય, તેમજ ધિરાણ- વસુલાતમાં યોજનાના ઢાંચા મુજબ વધારો થયો હોય. તથા સભાસદ થાપણમાં વૃધ્ધિ થઇ હોય તે મંડળીને સહાય મળી શકે છે. જે ધ્યાને લઇને જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ તાત્કાલિક વર્ષ ૨૦૧૬-૨૦૧૭ થી વર્ષ ૨૦૨૦-૨૦૨૧ સુધીના પાંચ વર્ષના હિસાબો, તારીજ, નફા-નુકસાન ખાતું, વેપાર ખાતું, સરવૈયા સાથે તેમજ સીઓપી-૩૦ અનુસૂચિત જાતિના સભ્યોને શેરમુડી સહાય યોજના અન્વયે દરખાસ્ત તાત્કાલિક જિલ્લા રજીસ્ટ્રારની કચેરી, સહકારી મંડળીઓ, બ્લોક નં.૨૨૧, પ્રથમ માળ, બહુમાળીભવન, ભુજના ફોન નં.૦૨૮૩૨-૨૫૧૭૫૩ ઉપર સંપર્ક કરવા જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.