ભચાઉ મધ્યાહન ભોજન સંચાલકોની હંગામી ભરતી માટે અરજી કરવી

ભચાઉ તાલુકાના મધ્યાહન ભોજન યોજના તળેના ૧૧ ખાલી કેન્દ્રો પર સંચાલકોની હંગામી ધોરણે નિમણુંક કરવા માટે લાયકાત ધરાવતા ૨૦ થી ૬૦ વર્ષ વચ્ચેના અને ઓછામાં ઓછું ૧૦ પાસ ઉમેદવારોએ તા.૧૨/૮/૨૦૨૧ સુધીમાં નિયત નમુનામાં મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ભચાઉ કચેરીએ અરજી મોકલી આપવી. અરજીમાં ઓળખકાર્ડ (ચુંટણી), જન્મનો દાખલો, અભ્યાસ અંગેનું છેલ્લું પરિણામ, રેશનકાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, તલાટીનો રહેઠાણ અંગેનો દાખલો, અરજદારશ્રી કે તેના પતિ/પત્ની/પુત્ર/પુત્રી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કોઇ પદ પર ફરજ બજાવતા નથી તે બદલનો તલાટીનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધાર ક્રમાંક ૧ થી ૫ પ્રમાણિત નકલો રજુ કરવી તેવું મામલતદાર, ભચાઉ દ્વારા જણાવાયું છે.