રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ વિઠ્ઠલ નગર-૨ માં નગર પાલિકા દ્વારા બનાવવામાં આવતા નવીન રોડ ની કામગીરી બાબતે આગળની સોસાયટીના રહીશો દ્વારા અડચણ ઊભી કરી રોડનું કામ બંધ કરવામાં આવતા વિઠ્ઠલ નગર-૨ માં રહેતા લોકો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ રે.સ. નં. ૪૩૧ વાળી બીનખેતીની જમીનમાં વિઠ્ઠલ નગર-૨ માં ૪૫ જેટલા મકાનો બનાવવામાં આવેલા છે અહીં રહેતા લોકોને અવર-જવર માટે રે.સ. નં. ૪૩૩ તથા રે.સ. નં. ૪૩૫ માં થી પ્રવેશ કરવા માટેનો માર્ગ હોવાનું જમીનના બિનખેતીના હુકમમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે છેલ્લા દસ વર્ષથી વિઠ્ઠલ નગર-માં રહેતા રહીશો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરતા નગરપાલિકા દ્વારા સોસાયટી માટે નવીન રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી જેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ રે.સ. નં. ૪૩૩માં આવેલ વિઠ્ઠલ નગર-૧ ના રહીશો દ્વારા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલ રોડનું કામ બંધ કરાવ્યું હતુ. સોસાયટીમાં નવીન રોડ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બંધ કરવામાં આવતા વિઠ્ઠલ નગર -૨ ના રહીશો દ્વારા તા.૨૩મી જુલાઇના રોજ રાધનપુર મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવી પહોંચ્યા હતા સોસાયટીના રહીશો દ્વારા મામલતદાર સમક્ષ રસ્તા ના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ખોટી રીતે પોતાની સોસાયટીના રોડનું કામ અટકાવામાં આવ્યું હોવાની સોસાયટીના રહીશો દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મામલતદારને રજૂઆત કર્યા બાદ વિઠ્ઠલ નગર-૨ ના રહીશો કામ પુનઃ શરૂ કરાવવા બાબતે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને અહીં પણ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રોડનું કામ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આગળની સોસાયટીવાળા અમોના ચાલવા દેતા નથી.
રાધનપુરના રે.સ. નં. ૪૩૧માં બિલ્ડર પાસેથી રહેણાકના પ્લોટ લીધા હતા. અમારી સોસાયટીમાં આવવા જવા માટેનો રસ્તો રે.સ. નં. ૪૩૩માં છે. પરંતુ ૪૩૩ માં રહેતા લોકો અમોને ચાલવા દેતા નથી અને રસ્તો બંધ કરવા માટે આગળ વંડો બનાવી રહ્યા છે અમારે સોસાયટી નો રોડ નગરપાલિકા દ્વારા માંડ માંડ મંજૂર કરવામાં આવ્યો હતો જેનું કામ પણ આગળ રહેતા લોકો દ્વારા બંધ કરાવવામાં આવેલ છે આ બાબતે અમોએ અગાઉ પણ વાર રજૂઆતો કરી હતી પરંતુ તંત્ર દ્વારા અમારી વાત સાંભળવામાં આવતી નથી તેવું ભાવેશભાઈ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય : ભરતભાઈ સથવારા પાટ.