રૂ.175 કરોડના ડ્રગ્સના કેસમાં સાહિદ કાસમ સુમરાને દિલ્હી એરપોર્ટથી ગુજરાત એટીએસએ દબોચ્યો

ગુજરાત એટીએસને મળી મોટી સફળતા નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટથી ગુજરાત એટીએસ દ્વારા દબોચવામાં આવ્યું. કચ્છ-જખૌ  દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઈનના કેસમાં ગુજરાત એટીએસએ આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હી માથી પકડી પાડ્યું. જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસને અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ પહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ સાહિદ કાસમ સુમરો પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવું કામ કરતો હતો. તે કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઈથી દિલ્હી આવવાનો છે. જેથી ગુજરાત એટીએસની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી ડાબોચ્યો હતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લૂક બદલી નાંખ્યો હતો. પરતું અંતે તેને ગુજરાત એટીએસની ટીમ દ્વારા પકડવામાં આવ્યું.