વ્યાજખોરોના ત્રાસથી અંતે ભુજના ભીલ ગોકુલ વેલજીભાઈ નામના શખ્સે કર્યો આપઘાત

કોરોના મહામારી વચ્ચે વધી રહ્યો છે વ્યાજખોરોનો ત્રાસ હાલમાં વ્યાજખોરો દ્વારા ૨૦ થી ૩૦ ટકા જેટલું વ્યાજ લેવામાં આવે છે. તેવામા ભુજના લાલ ટેકરી વિસ્તાર ના ભીલવાસ માં રહેતા ભીલ ગોકુલ વેલજીભાઈ (ઉ.વ.૬૦)નામના શખ્સે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત નો પગલું ભર્યું. તેમના પરિવારમાં દુઃખદ માહોલ જોવા મળ્યું.મજબૂરીમાં લોકો વ્યાજ ઉપર રૂપિયા લઇ તો લે છે પરંતુ જ્યારે તેની ચુકવણી કરવામાં તેઓ નિષ્ફળ રહે છે અથવા ચુકવણી કર્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા ત્રાસ આપવામાં આવે છે. જેના લીધે લોકો અંતે આત્મહત્યા કરવાનો પગલું ભરે છે. રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ.