જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કુલ કિ.રૂ.૭૨,૭૦૦/-નોમુદામાલ કબ્જે કરતી આદિપુર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક  જે.આર. મોથાલીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક  મયુર પાટીલ સાહેબ, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક  ડી.એસ.વાઘેલા સાહેબ, અંજાર વિભાગ, અંજાર અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.ઇન્સ.  આર.આર.વસાવા આદિપુર પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફ માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી આધારે શીણાય ગામના ચોકમાં જાહેરમાં જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.