વાગડમાં વિનામૂલ્યે અનાજ વ્હાલુ જ લાગે/લાભાર્થી જીવાભાઇ દેવીપૂજક

“ખેતીની મજૂરી કરીએ છીએ અને ઘરમાં ખાનારા ૭ જણાં છીએ. વાગડમાં વરસાદ હોય નહીં ત્યાં આ સરકારી અનાજની સહાય સારી જ લાગે”. એમ કહે છે રાપર નદીકાંઠા વિસ્તારના તકિયાવાસમાં રહેતા જીવાભાઇ રવાભાઇ દેવીપૂજક. કચ્છ જિલ્લાસ્તરના અન્ન દિવસના કાર્યક્રમમાં અનાજકીટના લાભાર્થી તેઓ જણાવે છે કે, “બે રૂપિયા વાળું બી.પી.એલ. કાર્ડ છે મારી પાસે ૧૩ વરસથી સરકારી અનાજ લઉ છું. પણ આ અઘરો સમય એવો છે કે, ગરીબ માણસને વિનામૂલ્યે મળતું અનાજ મધ જેવું લાગે. કોરોનામાં અમને ઘઉં, ચોખા સાથે ખાંડ, ચણા અને મીઠુ પણ મળ્યા હતા. અમારા દુકાનદાર બાબુભાઇ નિયમિત અનાજ આપે છે.” વાગડવાસી એક લહેકા સાથે ફરી કહે છે કે, વાગડમાં વરસાદ ના હોય એવામાં તો અને કોરોનામાં તો વિનામૂલ્યે અનાજ વ્હાલુ જ લાગે ને બેન…… જયભારત જયહિન્દ…………….આમ બોલી ફરી કહે છે સરકારનો ખુબ ખુબ આભાર.