બોટાદ જિલ્લામાં તા. ૨૬ ઓગસ્ટના રોજ જિલ્લાજ કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
બોટાદના નિવાસી અધિક કલેકટરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો ઓગસ્ટ –૨૦૨૧ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૬-૦૮-૨૦૨૧ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યાજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૧ સુધીમાં રજાના દિવસો સિવાય કલેકટર કચેરી બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.