ભુજ શહેરમાં આવેલ જ્યુબિલી સર્કલ પાસે માંડવી રોડ ઉપર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ગાયલો ને ભુજની જી.કે.જનરલ માં સારવાર અર્થે ખસેડાયા
આજે તા.03/06/2018 ના રોજ ભુજ શહેરમાં આવેલ જ્યુબિલી સર્કલ પાસે માંડવી રોડ ઉપર આકાશવાણી સામે એક કાર ચાલક ઝડપથી અને બેદરકારીથી ચલાવી અને ત્યાં ઉભેલા 3 વ્યક્તિઓ ને કાર નં.GJ 12 DA 9111 ની કાર ઠોકીદિધી હતી જેમાં આ ઉભેલ વ્યક્તિઓ (1) આરીફ ફકીર મામદ ચાકી ઉ.વ 34 રહે દુર્ગાપુર નવાવાસ – માંડવી (2) જયંતીલાલ ઉમર્શિ ભાનુશાલી ઉ.વ 65 રહે જેસ્ટાર નગર વાગેશ્વરી ચોક – ભુજ (3) હેમરાજસિંહ વિજયરાજ સિંહ સોઢા ઉ.વ.40 રહે ટેન્નોમેન્ટ 39 કોલેજ રોડ જયનગર ભુજ ને ઈજાઓ થઈ હતી જેમાં એક વ્યક્તિની પગની આંગળી કપાઈ ગઈ હતી અને 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી જેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ માં ખસેડાયો હતો અને કાર ચાલક કાર ઠોકી અને પોતાની કાર લઇ અને ઘટના સ્થળે થી ભાગી છૂટ્યો હતો જેની આગળડની તાપસ પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટ બાય – કરન વાઘેલા – ભુજ