2654 કરોડના બેન્ક કૌભાંડી ભટનાગર ભાઇઓની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ

બે હજાર કરોડના બેંક કૌભાંડી ભટનાગર બંધુઓને રાજસ્થાનના ઉદેયપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. સીબીઆઇ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. બે ભાઇ અમિત ભટનાગર અને સુમિત ભટનાગર અને તેમના પિતા સુરેશ ભટનાગરે વડોદરાની અલગ અલગ 11 બેન્કોને 2654 કરોડનો ચૂનો લગાવ્યો હતો. છેલ્લા 12 દિવસથી ફરાર ભટનાગર બંધુઓને આખરે ઝડપી પાડવામાં આવ્યા હતા. એટીએસ અને સીબીઆઇએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ત્રણેયને રાજસ્થાનના ઉદેયપુરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તો સુરેશ ભટનાગરે પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

ભટનાગર બંધુઓને મેડિકલ ચેકઅપ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં સીબીઆઇ રિમાન્ડની માંગણી કરી શકે છે. ભટનાગર બંધુઓએ વડોદરાની અલગ અલગ બેન્કોને ખોટા રિટર્ન અને દસ્તાવેજ બનાવીને 2654 કરોડોની ચૂનો લગાવ્યો હતો. બેન્કો દ્ધારા સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ સીબીઆઇએ તેમના ઘર અને ઓફિસમાં રેડ મારી હતી ત્યારથી બંન્ને ભાઇઓ અને તેમના પિતા ફરાર હતા. પોતાના પર લાગેલા આરોપો પર સુરેશ ભટનાગરે જણાવ્યું હતું કે, અમારી પર જે આરોપો લાગ્યા છે તે ખોટા છે અને તપાસના અંતે તે સાબિત થશે. સીબીઆઇ આ મામલે કોણ કોણ સામેલ હતું  તેની તપાસ કરી રહી છે. તે સિવાય આ કૌભાંડમાં બેન્કનો કોઇ કર્મચારી સંડોવાયેલો છે કે કેમ તેની પણ સીબીઆઇ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *