સાળંગપુર ધામ મધ્યે બુધવારના રોજ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો

સાળંગપુર ધામ સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે શ્રાવણ માસ પવિત્રા એકાદશી નિમિતે તા. 18/08/2021ના બુધવારના રોજ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તથા શણગાર આરતી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો ઓનલાઇન લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.