ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક પાસે એક ટ્રક ફસાયો

ભાવનગર શહેરના કુંભારવાડા ગઢેચી વડલા રોડ પર આવેલા રેલવે ફાટક પાસે અવાર નવાર લોડીંગ વાહન તેમજ નાના મોટા વાહનો ફસાવવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે તે દરમિયાન આજરોજ એક ટ્રક ફસાયો હતો જેને ક્રેનના માધ્યમથી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે રેલવે તંત્ર દ્વારા ફાટક થી 10 ફૂટ જેટલે રેલવે ફાટકની બંને સાઈડ સ્પીડ બ્રેકર એકી સાથે ત્રણ – ત્રણ લગાવવામાં આવ્યા છે તેના હિસાબે દુર્ઘટના બને તે પહેલા તેને હટાવી લેવાની લોકોએ માંગણી કરી હતી તેમજ મહાનગરપાલિકા તેમજ રેલવે તંત્રને અપીલ કરવામાં આવી હતી
રિપોર્ટર એજાદશેખ ભાવનગર