દીક્ષાર્થી વંદનકુમારનું વધમાનનગરે બહુમાન કરાયું


ભગવાન મહાવીરસ્વામિનાં પંથે જનારા અને દીક્ષા અંગીકાર કરનાર વંદનકુમાર વર્ધમાનનગરની પાવનભૂમિએ પધારતા તેઓનું સ્વાગત કરવામાં આવેલ. પરમપૂજ્ય આચાર્ય ભગવંત કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા મુનિરાજ કલ્પતરૂસાગરજી મહારાજ સાહેબની શુભપાવન નિશ્રામાં સંયમમાર્ગે જનારા વંદનકુમારનું વર્ધમાનનગર જૈન સંઘ તથા ચાતુમાંસનાં મુખ્ય દાતા પરિવાર માતુ મૃદુલાબેન અરવિદભાઈ વોરા પરિવાર દ્વારા બહુમાન કરી જિનશાસનનાં તેજસ્વી તારલાને સંયમમાર્ગની શુભકામનાઓ પાઠવવામાં આવેલ. તેમનાં માતા-પિતાને તિલક કરી અનુમોદના કરવામાં આવેલ. આ પ્રસંગે પૂજ્યઓએ જિનશાસનમાં સંયમમાગને સાચો માર્ગ ગણાવી તેની સમજ પૂરી પાડી હતી. વંદનકુમારે સંયમમાગને શ્રેષ્ઠમાર્ગ ગણાવ્યો હતો. અને પોતે જે માર્ગે જઈ રહ્યા છે એ માર્ગે જિનશાસનનું નામવધુને વધુ રોશન કરશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે વર્ધમાનનગરનાં તપસ્વીઓ નેણશીભાઈ ખોના તથા મંજુલાબેનનું પણ સંઘ અને ચાતુમાંસ દાતા પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું. વ્વવસ્થામાં હીરાચંદ છેડા, ભુપેશ શાહ, મહેન્દ્ર લોડાયા તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો. તંત્રી ઉપરોક્ત સમાચાર આપના લોકપ્રિય અખબારમાં પ્રસિદ્ધ કરવા વિનંતી પ્રબોધ મુનવર