પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામમાં સિંચાઇના પાણી માટે ખેડૂતોની નર્મદા નિગમ પાસે માંગ…

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂત દ્વારા વાવેતર કરેલ પાક પાણી વિના સુકાઇ રહ્યો છે ત્યારે નર્મદા ના અધિકારીઓ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ રાધનપુર તાલુકાના લોટીયા ગામમાં નર્મદાનું પાણી ના મળતા ખેડૂતોએ ખેતરમાં વાવેલ પાક સુકાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેને લઇને ખેડૂતોનો નર્મદા નિગમ સામે રોષ ભભૂકી ઉઠયો હતો.

         રાધનપુર તાલુકાના લોટીયા ગામના ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે તેના માટે નર્મદા નિગમ દ્વારા બનાસકાંઠા ના ઢેંક વાળાના સીમાડેથી કચ્છ બ્રાન્ચ કેનાલ માંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સાતેક વર્ષ પહેલાં નાંખવામાં આવેલી છે. સાંપ્રત વર્ષે વરસાદ વહેલો પડતાં લોટીયા ઠીકરીયા ગામના ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો લાવી ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું હવે જ્યારે ખેતરના પાકને પાણીની જરૂરિયાત સમય વરસાદ ખેંચાતા લોટીયા ઠીકરીયા ગામના ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે પારસ ને બચાવવા સિંચાઇના પાણી માટે ખેડૂતો નર્મદા નિગમ સામે આશા રાખીને બેઠા હતા પરંતુ નર્મદા નિગમ દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં ન આવતા લોટીયા ઠીકરીયા ગામના ખેડૂતો દ્વારા લોટીયા ગામમાં એકઠા થઇ નર્મદા નિગમ સામે રોષ વ્યક્ત કરી નર્મદા નિગમ વિરોધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.નર્મદા નિગમ દ્વારા ખેડૂતો ના પાકને સિંચાઇ માટે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખ્યાં બાદ ક્યારે પણ પાણી આવ્યું નથી માત્ર પાઇપ લાઇન નાખી નર્મદા નિગમને પોતાની જવાબદારી પૂર્ણ કરી હોય તેવું ગ્રામજનોને પ્રતિત થઈ રહ્યું છે.

બાઈટ સરપંચ લોટીયા

બાઈટ રબારી રામજીભાઈ સદસ્ય

બાઈટ પ્રજાપતિ કાંતિભાઈ

રિપોટર ભરતભાઈ સથવારા પાટણ