જુગાર નો ગણના પાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નામુદ કરવા જરૂરી સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ કામગીરી કરવા સુચના આપેલ. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટ મુંદરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન તેમજ જુગાર ડ્રાઇવ અનુસંઘાને પોલીસ કર્મચારીઓ પેટ્રોલીગમાં હતા તે દરમીયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઇ ગઢવી નાઓને મળેલ બાતમી હકિકત મળેલ કે ટોડા ગામે આવેલ કીકેટ ના મેદાનમાં અમુક ઇસમો જુગાર રમે છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળતા જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબનો મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ આરોપીઓ
(૧) વિજયસિંહ ધર્મેદ્રસિંહ જાડેજા ઉ.વ.-૨૫. *
(ર) ભવદીપસિંહ પ્રદીપસિંહ જાડેજા ઉ.વ.-૨૪
(૩) યશપાલસિંહ હરદેવસિંહ જાડેજા ઉ.વ.૧૮,
(૪)જંયદીપસિંહ ભરતસિહ જાડેજા ઉ.વ-૩૭ ઇ*
(૫) મેહુલસિંહ પ્રદીપસિંહ જાડેજા ઉ.વ.-ર૭,
(૬)મિતરાજસિંહ રઘુવિરસિંહ જાડેજા ઉ.વ.રર,રહે-બધા ટોડા તા-મુંદરા
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડા રૂપિયા ૧૦૪૦૦,- |
(ર) મોબાઇલ નંગ -૫ જેની કી રૂ ૧૩૫૦૦/- એમ ફુલ્લ કિ.રૂ. ૨૩૯૦૦ /-
આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :-
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.બારોટ મુંદરા પોલીસ સ્ટેશનની સુચના થી પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ. હિતેન્દ્રભાઈ.એમ.ગઢવી. તથા પો.કોન્સ વિષ્ણુભાઈ.પી.મુઢાતર તથા પો.કોન્સ. સંજયકુમાર અશોકભાઈ માળી તથા. પો.કોન્સ મહેશકુમાર બાબુજી ચૌહાણ નાઓ જોડાયા હતા.