મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષા બાંધતા ભાવનગરના મેયર મતી કીર્તિબેન દાણીધારીયા

ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ કાલે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને રૂબરૂ જઈ રક્ષા બાંધી ગુજરાતનું યશસ્વી નેતૃત્વ હંમેશની જેમ સંભાળતા રહે તે માટેની કામના કરી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીના હાથ નીચે ગુજરાત જે રીતે પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. ત્યારે એ હાથોને રક્ષા બાંધી આજે વધુ મજબૂત બનાવ્યાં છે. તેઓ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જાય એવી મંગલ કામના તેમણે મુખ્યમંત્રીશ્રીને રક્ષા બાંધીને કરી હતી. કીર્તિબેન મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણીને પણ  રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

રિપોર્ટર એજાદશેખ ભાવનગર