બોટાદ જિલ્લાના મહત્તમ રોજગારઇચ્છુંક યુવાનો અનુબંધમ વેબ પોર્ટલ સેવાઓનો ભાગ લઈ શકે તેવા હેતુસર આગામી

બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી યુવાનોને રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી અને સેવાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવા હેતુસર માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે અનુબંધમ વેબ પોર્ટલ www.anubandham.gujarat.gov.in નો શુભારંભ થયેલ છે. અનુબંધમ વેબ પોર્ટલ પરથી રોજગાર કચેરીની વિવિધ સેવાઓ સબંધિત માહિતી અને માર્ગદર્શન હેતુસર વેબીનાર કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ અનુબંધમ વેબ પોર્ટલ સેવાઓનો જિલ્લાના મહત્તમ રોજગારઇચ્છુંક યુવાનો ભાગ લઈ શકે તેવા હેતુસર આગામી તા.૨૭/૦૮/૨૦૨૧નાં રોજ સવારે ૧૧:૩૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ વેબિનાર કાર્યક્રમમાં ગુગલમીટ એપ્લીકેશનનાં માધ્યમથી પ્રસ્તુત લિંક https://meet.google.com/wvu-hwrv-mrb પર ક્લિક કરી ASK TO JOIN પર ક્લિક કરવાથી લાઈવ વેબિનારમાં જોડાઈ શકશો. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનાં કોલ સેન્ટર નંબર ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.