બરવાળા સીટી સર્વે વિસ્તારમાં આવતી જમીન મકાન, પ્લોટની લીઝની રકમ સમયસર ભરપાઇ કરવી

માહિતી બ્યુરો, બોટાદઃ
બરવાળા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર સરકારની સ્થાયી સુચના/ નિયમો અનુસાર બરવાળા સીટી સર્વે વિસ્તારના રહેણાંકી મકાન, પ્લોટ, ઓઘોગીક એકમો, વાણિજ્ય વિષયક બિલ્ડીંગો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ દરેક મિલ્કત ઘારકોએ તેઓની મિલ્કત પર ભરપાઇ કરવાની થતી લીઝની રકમ દિન-૮ મા ભરવા માટે તાકીદ કરવામા આવેલ છે, જો આ રકમ સમયસર ભરવામાં નહીં આવે તો લે.રે.કો.કલમ-૧૫૨, કલમ-૧૫૪ અને કલમ-૧૫૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સખ્તાઇ ના પગલા લેવામા આવશે. લીઝની રકમ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરી, નગરપાલિકા કમ્પાઉન્ડ, દેના બેંક સામે, બરવાળા, જી. બોટાદ તેમજ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને એડિશનલ મામલતદારની કચેરી, નગરપાલિકા કમ્પાઉન્ડ, દેના બેંક સામે, બરવાળા, જી. બોટાદ ખાતે ભરપાઇ કરવા વધુમાં જણાવાયું છે.