બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે
માહિતી બ્યુરો, બોટાદઃ
જિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત બોટાદ જીલ્લામાં ”કસુંબીનો રંગ” જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે અને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લાકક્ષા ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ તારીખ ૨૮ મી ઓગષ્ટ-૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા, બોટાદ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં બોટાદના ખ્યાતનામ કલાકારો સર્વ અરૂણભાઇ બારોટ, હર્ષાબેન બારોટ, ભાઇલાલભાઇ ટુંડિયા અને ગૌરવ પુરસ્કાર વિજેતા ભાસ્કરભાઇ બારોટ દ્વારા આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની રજૂઆત કરાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બોટાદની લોકપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે. સરકારની કોવિડ-૧૯ ની ગાઈડ લાઇન મુજબ કાર્યક્રમ થનાર હોય કાર્યક્રમમાં પધારનાર તમામ નાગરિકોએ માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે.