સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ’ વિનર હાર્ટ અટેકથી અવસાન થયું છે ચાહકો માટે આ સમાચાર બહુજ શોકિંગ છે

સિદ્ધાર્થ શુક્લા માત્ર 40 વર્ષનો હતો. ચાહકો માટે આ સમાચાર પર બહુજ શોકિંગ છે. ટીવીથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. સૂત્રોના મતે, સિદ્ધાર્થે સૂતા પહેલાં કેટલીક દવાઓ ખાધી હતી. ત્યારબાદ તે સવારે ઊઠી શક્યો નહીં. સિદ્ધાર્થને પછી તરત જ કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું અવસાન થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સના મતે, સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો છે. જોકે, સિદ્ધાર્થને દવાના ઓવરડોઝને કારણે હાર્ટ અટેક આવ્યો છે કે પછી એમ જ હાર્ટ અટેક આવ્યો છે તે વાત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડશે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેના પરિવારના મતે, સિદ્ધાર્થ ગઈ કાલ રાત (1 સપ્ટેમ્બર, બુધવાર) સુધી એકદમ ફિટ હતો.