ગોંડલના કોલીથડ ગામે દહેજના મુદ્દે પતિએ પત્નીને ઝૂડી નાંખી

ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રહેતા ઉષાબેન ચેતનભાઈ નિમાવત રામાનંદી એ પોતાના પતિ ચેતન અનુભાઈ નિમાવત વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે તેનો પતિ ચેતન કરિયાવર બાબતે મેણા મારી ઢીકા પાટાનો માર મારતો હતો અને તારા બાપ ના ઘરેથી રૂપિયા, સોનાની વીંટી કે ચેન લઈને આવીશ તોજ આપણું ઘર હાલશે, પોલીસે આ ફરિયાદ પરથી આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 498 ક, 323, 504, દહેજ ધારા કલમ 3,4 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યાં આઠ દિવસ માં જ છૂટાછેડા થયા હતા ત્યારબાદ અમરેલી જિલ્લાના વાવડી ગામે લગ્ન થયાં હતાં ત્યાંથી પણ એક મહિનામાં છૂટાછેડા થયા બાદ મૂળ બાબરા તાલુકાના પીર ખીજડીયા ના ચેતના સાથે 2016 માં ફુલહાર થી લગ્ન થયા હતા.થોડાં સમય થી બન્ને પતિ પત્ની સાસુ સાસરા થી અલગ કોલીથડ ગામે રહેતા હતા.પરંતુ દાંપત્ય નું સુખ અહી પણ હાથતાળી આપી રહયું હોય તેમ પતિ દ્વારા ત્રાસ શરું થયો હતો .
સીટી પોલીસના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજ સિંહ ગોહિલ, મહેન્દ્રભાઈ ખીમસુરીયા, વિશાલ ભાઈ સોલંકી તેમજ જયંતીભાઈ સોલંકી સહિતના ઓએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.