વાંકાનેર પ્રતાપપરા શેરી માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું રોકડ-દાગીનાની ચોરી કરનારા શખ્સની મુદામાલ સાથે ધરપકડ કરાઇ

વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-1 માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાંના તોડીને ઘરમાં પ્રવેશ કરીને આરોપીએ બે કબાટમાથી રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના મળીને 87200 ની ચોરી કરી હતી આ ગુનામાં નવાપરાના દેવીપુજકવાસમાં રહેતા શખ્સની પોલીસે મુદામાલ સાથે ધરપકડ કરેલ છે.
જામનગર લીમડા લાઇન રજપુતપરા શેરી નં. 2 સોની વાડીની સામે વસંત વિહાર એપાર્ટમેન્ટ ફલેટ નં. એ.201 માં રહેતા દર્શીતાબેન મીહીરભાઇ સંઘવી જાતે જૈન વાણીયા (ઉ.31)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગત તા.5/9 ના સવારે 9:45થી લઈને તા.6/9 ના કલાક 10:00 સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સે તેની માતા લતાબેન ચંદુલાલ મહેતાનું વાંકાનેર પ્રતાપપરા શેરી નં.-1માં બંધ મકાન હતું તેમાં મકાનમા પ્રવેશ કરી રૂમમા રહેલા બે કબાટમાંથી રોકડા 22000, બીજા કબાટમા રહેલ રોકડા 18500 તેમજ ચાંદીની વસ્તુ ગ્લાસ, ડબરો, જુડો, કડા વિગેરે મળી કુલ 87200 ની ચોરી કરી હતીઆ ગુનાનો ભેદ ઉકેલવા માટે ફરીયાદીના ઘરની આજુબાજુના સીસીટીવી ફુટેજ ચેક કરતા એક લાલ ટી શર્ટ વાળો ઇસમ શંકાસ્પદ હીલચાલ કરતો જોવા મળેલ હતો.
આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડના માર્ગદાર્શન હેઠળ એચ.ટી મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહએ કરી હતી