જખૌ મરીન પો સ્ટે દ્વારા ગેરકાયદેસર પાસપરમીટ કે ટોકન લીધા વગર માછીમારી કરતી બોટ સાથે ચાર ઇસમ પકડતી જખૌ મરીન પોલીસ

પોલીસ મહાનિરિક્ષક જે.આર મોથલીયા સાહેબ સરહદી રેંજ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબ પદ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન યાદવ સાહેબ નખત્રાણા વિભાગનાઓની સુચના મુજબ દરિયાઇ સુરક્ષા ને ધ્યાનમા રાખી કોસ્ટલ એરિયામાં ગેરકાયદેસર પ્રવુતીઓ નાબુદ કરવા સુચના આપેલ જે અનવ્યે જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એસ ઇસરાણી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા તે દરમ્યાન પો.કોન્સ પૃથ્વીરાજ સુરજદાનની બાતમી આધારે જખૌ પોર્ટ પર કોઇ પાસપરમીટ કે ટોકન લીધા વગર એક પીલાણી બોટ માછીમારી કરી દરિયામાંથી પરત આવેલ છે જે અનવ્યે તપાસ કરતા ૬&6 1૫0 ઉ। -32-180-5543 વાદળી કેશરી તેમજ બલ્યુ રંગના પટાવાળી મળી આવેલ
* પકડેલ આરોપી-
(૧)બશીરભાઇ ઉમરભાઇ ઠૈયમ ઉ.વ-૩૯
(૨) અમીન ઉમરભાઇ ઠૈયમ ઉ.વ-ર૬
(૩) ઇરફાન સીધીકભાઇ ઠૈયમ ઉ.વ-રર
(૪) આદીલ સલીમ કુંડલીયા ઉ.વ-૧૯
રહે. તમામ હાલ જખૌ બંદર તા-અબડાસા જી-પશ્ચિમ કચ્છ ભુજ મૂળ રહે ગામ- જાફરાબાદ લાઇટ હાઉસ રોડ મફત પ્લોટ ફિશરીજ ઓફિસની બાજુમા જાફરાબાદ જી-અમરેલી
* પકડેલ મૃદામાલ-
(૧) આરોપી નં(૧) પાસેથી રીયલ કંપનીનો મોબાઇલ કિ,રૂ-૫૦૦૦/-
(૨) આરોપી નં(ર) પાસેથી વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ-૫૦૦૦/-
(૩) બે યાંત્રીક મશીન યામાહા કંપનીના જેની આશરે કિ.રૂ- ૬૦,૦૦૦/-
(૪) આશરે ૩૦ લીટરની કેપીસીટીની પ્લાસ્ટીકની ટાંકીઓ કુલ ત્રણ જેમા એક ખાલી હોય અને અન્ય બીજી બન્ને ટાકીઓમાં આશરે ૧૦ લીટર તથા ૫ લીટર પેટ્રોલ ભરેલ હોય જે બજ્નેની આશરે કિ.રૂ-૧૫૦૦/-
(૫) એક ફાઇન બેટ પ્રાઉડલી ઇન્ડીયનના માર્કાવાળી બેટરી જેની કિ.રૂ-ર૦૦૦/-
(૬) પીલાણી બોટની આશરે કિ.રૂ-૭૦,૦૦૦/-
(૭) આરોપીઓના આધારકાર્ડ અને બાયમેટ્રીક કાર્ડ કિ.ર-૦૦/૦૦
તમામની કુલ્લ કિ.રૂ ૧,૪૩,૫૦૦/-
* સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-
ઉપરોકત કામગીરીમાં પો.ઇન્સ ડી.એસ ઇસરાણીનાઓ સાથે પો.હે.કો. જામાભાઇ જગાભાઇ તથા પો.કો વાંકજીભાઇ પીરાભાઇ તથા પો.કો. પથ્વીરાજ સુરજદાન તથા સ્ટાફના માણસોએ જોડાઇ સફળ કામગીરી કરેલ છે.