પોકેટ કોપ તથા હ્યુમન સોર્સ થી ચિલ ઝડપના ગુનાનો ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા
પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ
પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે ચોરીના ગુના
શોધી કાઢવા સૂચના હોઇ જેથી અંજાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન રાણા સા. નાઓની સૂચના આધારે
સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમા પટ્રોલીંગમાં હતા અંજાર મધ્યે માતૃસ્પર્સ હોસ્પીટલ પાસે અમોને
ખાનગી બાતમીદારો દ્વારા જાણવા મળેલ કે ખેતરપાળ મંદિર બાજુથી એક ઈસમ શંકાષ્પદ રીતે સોનાની ચેન
વેચવા માટે અંજાર બાજુ આવી રહેલ છે જેથી તેની વોચમાં હતા તે દરમ્યાન બાતમી વર્ણન વાળો કાયદાના
સંઘર્ષમાં આવેલ બાળક એક્ટીવા લઈને નિકળતા તેને રોકી ચેક કરતા તેની પાસેથી એક સોનાની ચેન મળી
આવતા તેને તે ચેનના આધાર પુરાવા માંગતા તેને પોતાની કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવેલ જેથી તે
સોનાની ચેન નંગ-૧ કિ.રૂ.૪૦,૦૦૦/૦૦ ગણી મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પુછપરછ કરતા તેણે
તથા તેની સાથેના અન્ય આરોપી અબ્દુલગની ઈસ્માઈલ ચાવડા રહે.કિડાણા વાળા સાથે મળી આ ચેન બે દિવસ
પહેલા અંજાર માંથી એક લુટ કરેલ હોવાનું જણાવેલ જેથી તે અંગે આગળની કાર્યવાહિ કરવા રાઉન્ડ અપ
કરવામાં આવેલ છે.
શોધવામાં આવેલ વણ શોધાયેલ ગુનો
અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩૨૧૧૧૫૬/૨૦૨૧ ઇ.પી.કો- ૩૭૯(એ) ૧૧૪ મુજબ
કબજે કરેલ મુદામાલ :(૧) એક એકટીવા નં-GJ-12-EG-6008 કિ.રૂ.૭૦,૦૦૦/૦૦
(૨) સોનાની ચેન નંગ-૧ કિ.રૂ.૪૦,૦૦૦/૦૦ હજાર
કુલ મુદામાલ રૂ.૧,૧૦,૦૦૦/૦૦
નહિ પકડાયેલ આરોપી
અબ્દુલગની ઈસ્માઈલ ચાવડા રહે.કિડાણા
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા
સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.