ભુજ ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિતે વિવિધ યોજના સહાય લાભાર્થીઓને અર્પણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને તેમના અંત્યોદય વિકાસના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ હિતલક્ષી કાર્યક્રમ દ્વારા ગુજરાત કૃતજ્ઞતા વ્યકત કરી રહયું છે. ગરીબોના બેલી એવાં શ્રધ્ધેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને તેમના દીર્ધાયુની સૌ પ્રાર્થના કરીએ. ગરીબ, છેવાડાના અંતિતના લોકોને ઉન્નત કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે એમ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે કચ્છ જિલ્લામાં પણ ઉજવાઇ રહેલા ગરીબ હિતલક્ષી કૃતજ્ઞતા કાર્યક્રમ હેઠળ આજરોજ ભુજ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે “ગરીબોની બેલી સરકાર” ના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યુ હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસને વરેલી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર સૌની ચિંતા કરે છે. સમાજના દરેક વર્ગની સાથે રહી સતત સૌના વિકાસ માટે કાર્યાન્વિત સરકારની ૨૫૦ ઉપરાંત વિવિધ યોજનાઓનો સીધો લાભ પ્રજાને પ્રત્યક્ષ મળે છે. અંત્યોદયને સાકાર કરવા સરકાર ગરીબોની પડખે ઉભી છે.ગરીબોના ઘરમાં ગેસ, વીજળી, અનાજ, રોજગારથી લઇ ગર્ભમાં બાળકના પોષણથી લઇ અંતિમક્રિયા સુધીની વિવિધ યોજના સહાયથી સરકાર ગરીબોની પડખે ઉભી છે. પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના વિચારને વડાપ્રધાનશ્રીએ ચરિતાર્થ કરી સૌને પ્રેરણા પુરી પાડી છે.રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવનના સંસ્મરણોને રજુ કરતાં તેમણે છેવાડાના અને ગરીબ લોકોને ઉન્નત કરવાના તેમના વિચારો અને પ્રયાસોને મંત્રીશ્રી ચૌહાણે રજૂ કરી વિવિધ યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને આ તકે અનુરોધ કર્યો હતો.સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, દરેક સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ સરકારે બનાવી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો માટે વાસ્તવિક અર્થમાં અનેકવિધ સહાયના લાભો આપી પ્રજા ઉત્થાનના પ્રયત્નો કર્યા છે. સમગ્ર ભારત વર્ષના થઇ રહેલી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી પૈકી કચ્છમાં પણ ઉજ્જવલા યોજના-૨.૦ કોરોના વેકસીનેશન કામગીરી અને સ્વચ્છ ભારત મિશન તેમજ કોરોનામાં અનાથ બાળકો માટે મુખ્યમંત્રીશ્રી બાળ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અપાશે.પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનું રૂ.૫ લાખનું આરોગ્ય કવચ, મુદ્રા યોજના થકી રોજગારી, કિસાન સન્માનનિધિ, શૌચાલય સુવિધા, સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત, વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ હેઠળ કરાએલી કામગીરી વગેરેને રજૂ કરી સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબો, ખેડૂતો, દિવ્યાંગો અને ખેલાડીઓ માટે પણ સતત ચિંતા કરતી સરકારે કોરોના વેકસીન મહાઝુંબેશ હેઠળ નોંધનીય કામગીરી કરી છે. આ તકે સૌને કોરોના રસી લેવા આગ્રહ કરું છું.ભુજ મદદનીશ કલેકટરશ્રી અતિરાગ ચપલોતે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના ૨.૦ હેઠળ નવા ૧૧૬૪૭ ગેસ કનેકશન ઈસ્યુ કરાશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જિલ્લામાં ૫૧૪ સીંગલ પેરેન્ટ અને ૬૦ અનાથ બાળકોના ખાતામાં રૂ.૨ હજારની સીધી સહાય જમા કરાશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય અંગે કામગીરી કરાશે તેમજ કોરોના વેકસીનેશન પ્રોગ્રામ હેઠળ કોરોના રસીનો પ્રથમ ડોઝ ૧૦૦ ટકા પૂર્ણ કરનાર ૨૨૦ ગામોના સરપંચોને સન્માન પ્રમાણપત્ર અપાશે. આજના દિન ૫૫ વિધવા સહાય અને ૨૧ વ્હાલી દિકરીના હુકમપત્રો આપવામાં આવશે.કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ ના લાભાર્થીને કીટ અને SV કાર્ડ વિતરણ, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય પ્રમાણપત્ર, વ્હાલી દિકરી યોજના હુકમપત્રો,ગંગાસ્વરૂપા વિધવા સહાય યોજના પત્રો, અન્નકીટ વિતરણ, શૌચાલયયુકત ગામો તેમજ ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામના સરપંચોના સન્માન કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી એપીએમસી ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ, પ્રભારીશ્રી હિતેશભાઇ ચૌધરી, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, ડીઆરડીએ ઈન્ચાર્જ નિયામકશ્રી આસ્થા સોલંકી તેમજ સમાજ અગ્રણીઓ, લાભાર્થીઓ અને વિવિધ સબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ, નગરજનો કોવીડ-૧૯ની ગાઇડલાઇન મુજબ ઉપસ્થિત રહયા હતા.